વાપીના દમણગંગા ટાઈમ્સના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્યાયને વિજ્ઞાન પત્રકારત્વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત માં પ્રતિષ્ઠિત અખબાર ગણાતા દમણગંગા ટાઈમ્સ (Damanganga Times) ના નિવાસીતંત્રી વિકાસ ઉપાધ્યાય (Vikas Upadhyay) ને વિજ્ઞાન પત્રકારત્વ અને પ્રસાર માટે સોહનરાજ શાહ એવોર્ડ એનાયત કરાશે. ‘ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી' (The Indian Planetary Society) દ્વારા science popularization માટે science communicator-journalist ના નોંધપાત્ર પ્રદાન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2021-22 ના વર્ષ માટેનો ‘સોહનરાજ શાહ એવોર્ડ' (Sohanraj Shah Award) વિકાસ ઉપાધ્યાયને એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઇ સ્થિત અને વિશ્વવિખ્યાત ગુજરાતી ખગોળવિજ્ઞાની (Astronomer) ડો. જે. જે. રાવલ (Dr. J. J. of Rawal) ના અધ્યક્ષપણા હેઠળ પાછલા બે દાયકાથી ચાલતી વિજ્ઞાન અને ખગોળવિજ્ઞાનના (Science and Astronomy) પ્રચાર-પ્રસાર તથા સંશોધન માટે કાર્ય કર...