VIA દ્વારા DGVCL અને અંડરગ્રાઉન્ડ કેબલીંગનું કામ કરનાર એજન્સીઓ સાથે ચર્ચા કરી બાકી કામને વરસાદ પહેલા પૂર્ણ કરવા અનુરોધ
DGVCL દ્વારા વાપી ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં ઓવરહેડ ઈલેક્ટ્રીકલ લાઈનોના અંડરગ્રાઉન્ડ કેબલીંગનું કામ લગભગ એક વર્ષ પહેલા હાથ ધરવામાં આવ્યું હતું. આ કામની હાલની સ્થિતિ જાણવા અને તેમાં રહેલ ત્રુટિઓની ચર્ચા વિચારણા કરવા માટે DGVCL ના અધિકારીઓ અને સંબંધિત કોન્ટ્રાક્ટરો/એજન્સી સાથે VIA ના પ્રમુખ સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અંડરગ્રાઉન્ડ કેબલીંગનું કામ કરનાર એજન્સીઓ સાથે ચર્ચા વિમર્શ કરી બાકી રહેલ કામને વરસાદ પહેલા ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો. ઉપરાંત ટ્રાન્સફોર્મર મૂકવા માટે નવી ડિઝાઇન સાથેના પ્લીન્થ તૈયાર છે,
તો ટ્રાન્સફોર્મરનું સ્થળાંતર પણ વરસાદ પહેલા કરી દેવામાં આવે અને પ્રી મોનસુન કામગીરી માટે જે પાવર સ્ટ્રેંગરીંગ રાખવામાં આવે છે તે GIDC તથા નોટીફાઈડ દ્વારા અલગ અલગ રાખવાને બદલે ચર્ચા વિચારણા કરી એક સાથે જ રાખવ...