VIA માં નગરપાલિકાના પ્રાદેશિક કમિશનરની અધ્યક્ષતામાં વાપી STP ના ટ્રીટેડ પાણીને ફરી ઉપયોગમાં લેવાની ચર્ચા કરી
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) પર્યાવરણના સંવર્ધન અને સુરક્ષા માટે જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરે છે. તેમજ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોને પણ આપણને પ્રાપ્ત થતાં અમૂલ્ય કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે રિસાયકલિંગની પ્રક્રિયાઓ અપનાવવા પ્રોત્સાહિત કરે છે.
વાપી નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ના ટ્રીટેડ પાણીને ફરી ઉપયોગમાં લેવાની ચર્ચા કરવા માટે વાપી નગરપાલિકા સાથે સંયુક્ત રીતે VIA માં સુરત નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, ડૉ. ડી ડી કાપડિયા IAS ની અધ્યક્ષતામાં વાપી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઉદ્યોગોના સભ્યો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન ડૉ. કાપડિયાએ માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ પર ભાર મૂક્યો હતો. જેમાં ઉદ્યોગોના સભ્યોને રિસાયકલ પ્રક્રિયાઓ અપનાવીને કુદરતી સંસાધનોનો વપરાશ ઘટાડી તેની બચત કરવા આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ક...