પાલઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારંભ ને લઈ અમદાવાદ-મુંબઈ NH-48 પર વાહનોની લાગી કતાર, 36 કલાક માટે હાઇવે બંધ
મહારાષ્ટ્રના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોય મુંબઈ અમદાવાદ હાઇવે પર ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈ ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ખારઘર નવી મુંબઈ ખાતે 16/04/2023 ના રોજ શ્રી અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. આ અનુસંધાને પાલઘર જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિક નોટિફિકેશન બહાર પાડી 36 કલાક માટે નેશનલ હાઇવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદે વાહનોની લાંબી કતારો લાગી છે. આ અંગે પાલઘર ના પોલીસ અધિક્ષક અજય વસાવે એ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં અંદાજિત 50 લાખ લોકો ઉપસ્થિત રહ...