
વાપીના તબીબની પહેલ World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) થી એક મહિનો ફેફસા અંગે સમાજમાં જાગૃતિ સંદેશ આપવા Lung Campaing ચલાવશે!
25મી સપ્ટેમ્બરને વિશ્વભરમાં World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) તરીકે મનાવવામાં આવે છે. હાલમાં કોરોના કાળ દરમ્યાન ફેફસાના રોગ કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે. અને ફેફસા મનુષ્ય માટે કેટલું મહત્વનું અવયવ છે. તે અંગે લોકો જાગૃત થયા છે. ત્યારે ફેફસાને સ્વસ્થ રાખી દરેક મનુષ્ય જીવલેણ બીમારી સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ ઉદેશયથી વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વિશ્વ ફેફસા દિવસની ઉજવણી સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.
વાપીમાં આવેલ આશાધામ સ્કૂલના ઓડિટોરિયમ માં વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વર્લ્ડ લંગ ડે ની ઉજવણી સાથે ફેફસા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે વિશેષ ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે વિશ્વભરમાં મનુષ્ય શ્વાસ સાથે આવે છે. અને શ્વાસ સાથે જાય છે. મનુષ્યને શુદ્ધ હવા મળવી આવશ્યક છે. તો, સાથે તેના ફેફસા ને તંદુરસ્ત રાખવા પણ એ...