માર્ગ સલામતી અને સુરક્ષા માટે સોળસુંબા–વેવજી બોર્ડર પર ગુજરાત-મહારાષ્ટ્ર પોલીસનું સંયુક્ત ઓપરેશન
ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની સંવેદનશીલ ગણાતી સોળસુંબા-વેવજી બોર્ડર ૫૨ શનિવારે વલસાડ અને પાલઘર જીલ્લા પોલીસ અધિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. માર્ગ સલામતી અને રાજ્ય બોર્ડર પાર કરી ગુનાઓને અંજામ આપવાનો ઈરાદો ધરાવતાં ગુનેગારોને ઝબ્બે કરવાંનાં હેતુસર બન્ને રાજ્યના પોલીસ જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ઉમરગામ ઔધોગિક વિસ્તાર તથા ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર સમીપ હોવાથી અરસપરસ રાજ્યોનાં વાહનોની અવરજવર દિવસે દિવસે વધી રહી છે. વળી, મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તથા દહાણું તાલુકાનાં અંતરીયાળ ગામના રહેવાસીઓ ઉમરગામના ઉદ્યોગોમાં કામ કરવા આવે છે. જે લોકોને લઈ આવતાં વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યનાં તલાસરી તથા દહાણું તાલુકાનો બહુધો વિસ્તાર આદિવાસી હોય, માર્ગ સલામતીનાં નિયમોથી વાહનચાલકોને અવગત કરાવવું ખુબ જ જરૂરી થઈ પડ્યુ...