Friday, October 18News That Matters

Tag: Vapi Valsad News Vijaya Dasami Mohotsav was celebrated in Sanjan with Ramlalas procession Shastrapujan and effigy burning of Ravana

સંજાણમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

સંજાણમાં રામલલ્લાની શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને રાવણના પૂતળાનું દહન કરી વિજયા દશમી મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી

Gujarat, Most Popular, National
Advertisement Vapi/Sanjan :- અધર્મ પર ધર્મના વિજય પ્રતીક રૂપે ઉજવવામાં આવતા વિજયા દશમી પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે ભવ્ય વિજયાદશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ સ્થળે શસ્ત્ર પૂજન બાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે શ્રી જય અંબે નવયુવક મંડળ દ્વારા વિજયા દશમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ શાળાના બાળકો દ્વારા સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક, આદિવાસી નૃત્ય, એક સમયે શિવાજીના આધિપત્ય હેઠળ આ વિસ્તાર આવતો હોય શિવાજી મહારાજની રાજયવ્યવસ્થા, મુસ્લિમ સામ્રાજ્ય સામે ના યુદ્ધનું નાટય ર...