Sunday, December 22News That Matters

Tag: vapi valsad news Video Reel of 5-year-old daughter dancing on election campaign song of Valsad-Dang Lok Sabha candidate Dhaval Patel goes viral

વલસાડ-ડાંગ લોકસભા ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર ગીત પર ડાન્સ કરતી 5 વર્ષની દીકરીની વીડિયો રિલ બની વાયરલ

વલસાડ-ડાંગ લોકસભા ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર ગીત પર ડાન્સ કરતી 5 વર્ષની દીકરીની વીડિયો રિલ બની વાયરલ

Gujarat, National
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલના ચૂંટણી પ્રચાર માટે બનાવેલ ગીત પર વલસાડની 5 વર્ષની દીકરીએ વિડિઓ રિલ બનાવી છે. જે રિલ આજકાલ વલસાડ જિલ્લામાં ભારે વાયરલ થઈ છે. ચૂંટણી પ્રચારના ગીત પર ડાન્સ કરતી દીકરીની વિડીઓ રીલ જોયા બાદ લોકસભા ચૂંટણી વલસાડ ડાંગના ઉમેદવાર ધવલ પટેલે તેમજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ દીકરીને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. દેશમાં હાલ લોકશાહીના પર્વમાં તમામ પક્ષો પોતાની જીત માટે વિશેષ પ્રકારના આયોજન સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વલસાડ ડાંગ લોકસભા સીટ પર ભાજપે ધવલ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેના ચૂંટણી પ્રચાર માટે ખાસ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. પંજો ની ચાલે ની જાડું ચાલે..... વલસાડ ડાંગમાં ધવલભાઈ જ ચાલે એવા આ ગીત પર વલસાડમાં રહેતી સિનિયર KG માં અભ્યાસ કરતી 5 વર્ષની દિત્યા ઓઝા નામની બાળકીએ ડાન્સ કરી વિડિઓ રિલ બનાવી છે. હા...