
સરીગામમાં સ્થપાયું ભારતનું સૌથી મોટું મલ્ટી લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ યુનિટ, ડીલક્સ રિસાયક્લિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ભારતના સૌથી વિશાળ પ્રીમિયર મલ્ટિ-લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ સરીગામ માં 1999થી કાર્યરત ડીલક્સ રિસાયક્લિંગ અને સર્ક્યુલેટ કેપિટલનું સંયુક્ત સાહસ છે. જેમાં વિવિધ વેસ્ટ પ્લાસ્ટિકને રિસાયકલ કરી તેમાંથી કમ્પોનન્ટસ બોર્ડ, ફર્નિચર બનાવશે. જેના માટે પ્લાન્ટમાં અદ્યતન મશીનરી વસાવવામાં આવી છે. ભારતમાં વેસ્ટ કચરાના વ્યવસ્થાપનની ગંભીર સમસ્યા છે. જેને ફરી રિસાયકલ કરી અન્ય પ્રોડક્ટ બનાવી શકાય તેવા ઉદેશ્ય સાથે સરીગામમાં 1999માં જીગ્નેશ શાહ નામના ઉદ્યોગપતિએ ડીલક્સ રિસાયક્લિંગ કંપની સ્થાપી હતી. આ કંપની UBC (યુઝ્ડ બેવરેજ કાર્ટન) અને MLPs (મલ્ટિ-લેયર પ્લાસ્ટિક)ને રિસાયકલ કરતી હતી. પર્યાવરણ માટે અનેકગણી ફાયદાકારક આ કંપનીની પ્રક્રિયા માટે જો નવી ટેકનોલોજી લાવવામાં આવે તો તેનાથી ભારતમાં રોજગારીનું સર્જન કરી શકાય, પ્લાસ્ટિક વેસ્ટ, પે...