ગુજરાત-દમણ બોર્ડર પર કંપનીએ પાથરી અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ લાઇન….!
વાપી GIDC ની જેમ દમણના ડાભેલ, આટીયાવાડ વિસ્તારમાં આવેલ કંપનીઓ પણ પાથરી રહી છે અન્ડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલ...!
વાપી GIDC માં જેટકો અને DGVCL ના સહયોગમાં 11KV ઓવરહેડ હાઈટેન્શન લાઇન ઉતારી લઈ તેને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે, દમણમાં પણ દમણ વિદ્યુત ભવન અને ટોરેન્ટ પાવર ના સહયોગમાં દમણની કંપનીઓએ પોતાના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ કામગીરી શરૂ કરી છે. તેવી વિગતો જાણવા મળી છે.
હાલમાં દમણના ડાભેલ, આટીયાવાડ વિસ્તારમાં સૌથી મોટું યુનિટ ધરાવતી Wellknown Polyester Ltd નામની કંપની કાર્યાન્વિત છે. કંપનીના યુનિટ દમણમાં અને ગુજરાત બને પ્રદેશમાં આવેલા છે. અહીં ગુજરાતના વલસાડ જિલ્લાના મોરાઈ ગામની હદ અને દમણ ના ડાભેલ આટિયાવાડ વિસ્તારની હદ એકમેકને મળે છે. આ હદ પર જ પોતાના યુનિટ ધરાવતી વેલનોન પોલિસ્ટર કંપનીએ બંને પ્રદેશની સરહદ પર જ જમીન ખોદી તેમાં 11 KV ની ઇલેક્ટ્રીક લાઇનને અન્ડરગ્...