ધોડિયા પટેલ સમાજ દ્વારા 13માં મૈત્રી પરિચય મેળાનું આયોજન, 75 લગ્નોત્સુકો ઉપસ્થિત રહ્યા
રવિવારે વાપી નજીક આવેલ કરવડ ગામે શ્રી કૌશિક કાંતિલાલ હરીઆ માધ્યમિક શાળામાં ધોડિયા પટેલ સમાજ દ્વારા 13 મો ધોડીયા પટેલ સમાજ યુવક-યુવતી મૈત્રી પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 75 જેટલા લગ્નોત્સુક યુવક-યુવતીઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા હતાં. પરિચય મેળામાં વિવિધ ક્ષેત્રમાં સારી નોકરી કરતા અને ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવાનો વચ્ચે એક ભણેલા નહી પણ ગણેલા ઉમેદવારે અંગ્રેજી ભાષામાં પોતે જાતે જ ફોર્મ ભરી આયોજક સહિત હાજર તમામને સુખદ આશ્ચર્યમાં મુકી દીધા હતા.
વાપી નજીક શ્રી કૌશિક કાંતિલાલ હરીઆ માધ્યમિક શાળા કરવડ ખાતે 13 મો ધોડીયા પટેલ સમાજ યુવક-યુવતી પરીચય મેળો યોજવામાં આવ્યો હતો. ધોડીયા પટેલ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીના પરીચય મેળો કાર્યક્રમનું ઉદ્ઘાટન એકલારા હાઈસ્કૂલના રિટાયર્ડ આચાર્ય નવિનચંદ્ર પટેલ અને ચણોદ વાપીના
હરીશ આર્ટના હરીશભાઈ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્...