વાપીમાં જૈન સમાજની યુવાપેઢી જૈનીઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી The Jain Files અંતર્ગત પ્રવચન યોજાયું
વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ શ્રી આદિનાથ જૈન સંઘ GIDC વાપી ખાતે સમાજની યુવાપેઢી જૈનીઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી The Jain Files અંતર્ગત પ્રવચન યોજાયું હતું. જેમાં 15 થી 45 વર્ષની યુવા પેઢીને રાજરક્ષિતવીજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ જૈનીઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું.
શ્રી આદિનાથ જૈન સંઘ GIDC વાપી ખાતે પ્રથમ વખત Life Transforming Session, The Jain Files અંતર્ગત ચંદ્રશેખર વિજયજીના શિષ્ય રાજરક્ષિતવીજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિતવિજયજીએ જૈનીઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન સેમિનાર યોજવા પાછળના ઉદ્દેશ્ય અંગે શ્રી આદિનાથ જૈન સંઘના પ્રમુખ કિરીટ દોષીએ જણાવ્યું હતું કે જૈન સમાજની યુવા પેઢી જૈન ધર્મ અંગે જાણે, જૈનીઝમ શુ છે? તે કેટલો જૂનો છે. તેનો મૂળ પાયો શુ છે. તેમાં સાયન્સનું તત્વ કેટલું છે. વિજ્ઞાન સાથેના આ સામ્ય ને યુવાનો જાણી શકે તેવા હે...