વલવાડા ગામે 12 ફૂટના રસ્તાને સ્વખર્ચે પહોળો કરતા બિલ્ડર સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
વલવાડા ગામ વલસાડ જિલ્લાનું અને ઉમરગામ તાલુકાનું મહત્વનું ગામ ગણાય છે. આ ગામમાં મોટેભાગે ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, હવે બદલાતા પ્રવાહમાં વલવાડા ગામમાં બિલ્ડરોએ રો-હાઉસના મોટા પ્રોજેકટ શરૂ કર્યા છે. આવા જ એક પ્રોજેકટને લઈ બિલ્ડરે 12 ફૂટના રસ્તાને પહોળો કરવા કાર્યવાહી હાથ ધરતા ગામલોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો છે. આ મામલે ગામલોકો અને બિલ્ડરે એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી પોતાનો પક્ષ મીડિયા સમક્ષ રજુ કર્યો હતો.
રસ્તાને પહોળો કરવા મામલે નારાજગી દર્શાવનાર ગામના ખેડૂત મિલન પટેલ, માજી સભ્ય નિતેશ સુરતી સહિતના ગામલોકોએ જણાવ્યું હતું કે, વલવાડા તળાવ નજીકથી પસાર થતો આ રસ્તો પહેલા 12 ફૂટનો હતો. જેના પરથી ગામના ખેડૂતો પોતાના બળદગાડા અને અન્ય વાહનો લઈ ખેતીકામ માટે અવરજવર કરે છે. 200 જેટલા ખેડૂતો આ વિસ્તારમાં પોતાની વાડીઓમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે.
હાલમાં આ વિસ્તારમાં ગામના ...