તડગામ-મરોલી વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી કરનારી ગેંગનો પોલીસને પડકાર…!
ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી કોપર કેબલ અને મોટર ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો છે. આ વિસ્તારમાં કોસ્ટલ હાઇવે પર આવેલ મરોલી, તડગામ, નારગોલ જેવા ગામોની વાડીઓમાં ખેડૂતોએ લગાવેલ સબમર્સિબલ પમ્પ-મોટરની અને તેના કેબલની સતત ચોરી થઈ છે. આ અંગે કેટલાક વાડી માલિકોએ પોલીસ મથકમાં લેખિત જાણકારી આપી છે. તેમ છતાં આ ઘટના અટકી નથી. ચોર ગેંગ જાણે પોલીસને પડકાર ફેંકતી હોય તેમ આ વિસ્તારમાં કોપર કેબલ અને સબમર્સિબલ પમ્પ-મોટરની ચોરી યથાવત રહી છે.
ઉમરગામ તાલુકાના મરોલી-નારગોલ કોસ્ટલ હાઈવે પર સતત કેબલ (કોપર) અને મોટરોની ચોરી થઈ રહી છે. કોસ્ટલ હાઈવે પર મરોલીના સરકારી આરોગ્ય કેન્દ્રમાં થોડા દિવસો પહેલા મોટર અને કેબલ ચોરીની ઘટના બની હતી. તો, એ ઉપરાંત તડગામ ખાતે સર્વે નંબર 953 પર આવેલ જે. બી. જાદવ ફાર્મમાંથી પણ અંદાજિત 20 હજારની કિંમતની મોટર અને 100 ફૂટ કેબલની ચોરી થઈ હતી. ઘટના ...