ઉમરગામમાં ACB ની ટ્રેપમાં સપડાયો ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર, DGVCL ના નાયબ કાર્યપાલક ઈજનેર ના નામે માંગી હતી 12,300ની લાંચ
ઉમરગામ તાલુકામાં 2 પોલીસ કોન્સ્ટેબલ ને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ એન્ટી કરાપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળતા મેળવી છે. જેમાં ACBની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) ઉમરગામ ના નાયબ કાર્યપાલક ઈજનેર ના નામે 12,300ની લાંચ માંગનાર ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાને ઝડપી પાડ્યો છે.
ઉમરગામ ગાંધીવાડી રોડ પર DGVCL ઓફીસ નજીક આવેલ કવિતા ઈલેક્ટ્રીકલની ઓફીસમાં વલસાડ ACB એ ગોઠવેલ છટકામાં દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલા નામના ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટરને 12,300 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે.
લાંચના આ ગુનાની ACB એ આપેલી વિગત મુજબ એક ફરીયાદીએ તેઓનાં પ્લોટમાં બે વર્ષ માટે કામ ચલાવ વીજ મીટરનું કનેશન લેવાનું હતું. જે માટે તે DGVCLની કચેરી, ઉમરગામ ખાતે ઓન લાઈન અરજી કરવા માટે ગયા હતાં. જ્યાં ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાએ ત...