દારૂના કેસમાં 1 લાખની લાંચ માંગનાર ઉમરગામ પોલીસ મથકના 2 કોન્સ્ટેબલ ACB ના છટકામાં સપડાયા…!
નવસારી ACB ની ટીમે ઉમરગામ પોલીસ મથકના 2 કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. બન્ને કોન્સ્ટેબલે એક દારૂ ના કેસમાં ફરિયાદી ને મારઝૂડ અને હેરાન પરેશાન નહિ કરવા માટે 1 લાખની લાંચ માંગી હતી. જે અંગે ACB એ ગોઠવેલ છટકામાં બન્ને કોન્સ્ટેબલ 89 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતાં.
આ અંગે ACB તરફથી મળેલી વિગતો મુજબ ઉમરગામ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા પરેશકુમાર રામભાઈ રામ અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા મુરુભાઈ રાયદેભાઈ ગઢવીએ આશરે દોઢ માસ અગાઉ દારૂના કેસમાં જે તે સમયે ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હતો. આ કેસમાં ફરિયાદીને અટક કરી મારઝૂડ તથા હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે બન્ને કોન્સ્ટેબલે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તેમણે એ.સી.બી. નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક ...