વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા ત્રિદિવસીય વાપી ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-7 (VTPL-7)નું આયોજન, 17 ટીમો વચ્ચે જામશે ક્રિકેટ જંગ
વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી વાપી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 7 - 2024 (VTPL-7)નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 17 ટીમો ભાગ લેશે. VIA ગ્રાઉન્ડ ખાતે તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીએ આયોજિત ટુર્નામેન્ટનું વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્તે ઉદ્ઘાટન થશે. જ્યારે સમાપન અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ વાસણ આહીર ના હસ્તે વિજેતાઓને ટ્રોફી, રોકડ રકમ આપી કરવામાં આવશે.
VTPL-7 ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કર, પૂર્વ પ્રમુખ અરવિંદ શાહ, સેક્રેટરી બાલાજી, વાઇસ પ્રેસિડેન્ટ્સ યોગેશ ભાનુશાલી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ ભરત ઠક્કર, માજી પ્રમુખ અરવિંદ શાહ દ્વારા વિગતો આપવામાં આવી હતી.
જેઓએ...