રાજસ્થાનમાં કનૈયાલાલની નિર્મમ હત્યા મામલે આરોપીઓને ફાંસી આપવાની માંગ સાથે વાપીના વેપારીઓએ બંધ પાળ્યો
રાજસ્થાનના ઉદયપુરમાં હત્યારાઓએ કનૈયાલાલ નામના યુવકની નિર્મમ હત્યા કર્યા બાદ દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજસ્થાન પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે હત્યારા આરોપીને Z સુરક્ષા આપવાને બદલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરી વહેલી તકે ફાંસી આપવાની માંગ સાથે વાપીના વેપારી એસોસિએશન દ્વારા વેપાર ધંધા બંધ રાખી આક્રોશ ઠાલવ્યો હતો.
રાજસ્થાનમાં યુવકની થયેલ નિર્મમ હત્યાના પડઘા વાપીમાં પડ્યા છે. વાપીમાં છીરી રોડ પર આવેલ ચામુંડા એસોસિએશન, ધનલક્ષ્મી એસોસિએશન, બાલાજી એસોસિએશન, બજરંગ એસોસિએશન ના વેપારીઓએ સંપૂર્ણ માર્કેટ બંધ રાખી કનૈયાલાલ ની હત્યા કરનારા હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
વેપારી એસોસિએશન ના ઉમરાવસિંગ ઝાલા અને ભુપેન્દ્રસિંગ એ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કનૈયાલાલ ની હત્યા કરનારા હત્યારોને રાજસ્થાન સરકાર Z સિક્યુરિટી આપી સરકારના નાણાં વેડફી રહી છે. આ હત્યાર...