Friday, March 14News That Matters

Tag: Vapi Town The husband of a female employee of Vapi Town Police has clashed with a lawyer over a trivial matter like car parking

વાપી ટાઉન પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના પતિએ કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે વકીલ સાથે મારામારી કરી પોલીસે બન્નેની ફરિયાદ લઈ કાર્યવાહી કરી

વાપી ટાઉન પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીના પતિએ કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે વકીલ સાથે મારામારી કરી પોલીસે બન્નેની ફરિયાદ લઈ કાર્યવાહી કરી

Gujarat, National
વાપી ટાઉન પોલીસ મથકમાં મહિલા કર્મચારી તરીકે ફરજ બજાવતા મહિલાના પતિએ કાર પાર્કિંગ કરવાની નજીવી બાબતે એક વકીલ સાથે મારામારી કરતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં બંને પક્ષે એકબીજા સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ અને મહિલા કર્મચારીના પતિની કલમ 151 હેઠળ અટક કરતા વાપી વકીલ મંડળે ટાઉન પોલીસ મથકે જઈ આક્રોશ ઠાલવ્યો હતો. જો કે આ ઘટનામાં આખરે કોર્ટ દ્વારા એક પક્ષના આરોપીઓને જ્યૂડીશયલ કસ્ટડી અને વકીલને જામીન મળ્યા હતાં. વાપી ટાઉન વિસ્તારમાં પોલીસ મથક પાછળ આઈસ્ક્રીમની દુકાન ધરાવતા મોહનસિંગ રાજપૂતનો વકીલાતની પ્રેક્ટિસ કરતો પુત્ર ભુપેન્દ્ર સિંગ રાજપૂત દુકાન પર પોતાના મિત્ર ભરત ગુપ્તા સાથે બેઠો હતો. ત્યારે કાર લઈને આવેલા આકાશ પરમાર અને તેની સાથેના 2 વ્યક્તિઓએ ગાળાગાળી કરી ભુપેન્દ્ર અને ભરત સાથે મારામારી કરી હતી. જેમાં બંને પક્ષે એકબીજાને માર માર્યો હતો. જે બાદ બંનેએ વાપી ટાઉન પોલી...