
વાપીમાં સ્પા સંચાલક અને તબીબ પાસે ખંડણી માંગવાના ગુન્હામાં ટાઉન પોલીસે 2 કથિત મહિલા પત્રકારોની ધરપકડ કરી
વાપીમાં એક રીક્ષા ચાલકને અપશબ્દ કહેવાય તેવો સવાલ પૂછી રાતોરાત સોશ્યલ મીડિયામાં જાણીતી બનેલી દમણની કથિત મહિલા પત્રકાર અને બીજી દાદરા નગર હવેલીની કથિત પત્રકાર અને વાપીના કથિત પત્રકાર વિરુદ્ધ ખંડણી માંગવાની 2 અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ફરાર ત્રણેય કથિત પત્રકારો પૈકી બે કથિત મહિલા પત્રકારોની વાપી ટાઉન પોલીસે ધરપકડ કરી છે.
વાપીમાં બલિઠા ખાતે મસાજ પાર્લર ચલાવતા એક સ્પા સંચાલક પાસે પાંચ લાખની ખંડણી માંગનારા અને એક તબીબ પાસે ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કરી 1.80 લાખ પડાવનારા 3 કહેવાતા પત્રકારો પૈકી 2 કથિત મહિલા પત્રકારોની ટાઉન પોલીસે ધરપકડ કરી છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે, આ ટોળકીએ આવા કેટલા લોકો પાસેથી ખંડણી વસૂલી છે. તેમની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે. તે અંગે તપાસ હાથ ધરી છે.
DYSP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જીતેન્...