સેલવાસમાં નોકર બની રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ભાગેલા 2 આરોપીઓને વાપી ટાઉન પોલીસે 20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સેલવાસ પોલીસને હવાલે કર્યા…..!
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ઘરમાં નોકર તરીકે નોકરી મેળવ્યા બાદ એ જ ઘરમાંથી 18.31 લાખના સોના ચાંદીના દાગીના અને 1.66 લાખ જેટલા રોકડા રૂપિયાની ચોરી કરી રિક્ષામાં બેસી વાપી રેલવે સ્ટેશન તરફ આવેલા બનાસકાંઠાના 2 ચોરને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતાં. સેલવાસનો ઘરફોડ ચોરીનો ગુન્હો વાપી ટાઉન પોલીસે ડિટેકટ કરી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે સેલવાસ પોલીસને હવાલે કર્યા છે.
ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે, વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારના ગીતાનગર પોલીસ ચોકી ખાતે ટાઉન પોલીસ વાહન ચેકીંગની કામગીરી કરતા હતા. દરમ્યાન વાપી કોપરલી ચાર રસ્તા તરફથી એક રિક્ષામાં બે અજાણ્યા ઇસમો બેસેલ હતાં. જે પૈકી એક ઇસમ પાસે એક કાળા કલરની રેકઝીનની મોટી બેગ હતી. જેથી રિક્ષા ઉભી રખાવી રિક્ષાની પાછળની શીટ ઉપર બેસેલ બન્ને ઇસમોને નીચે ઉતારી તેમના નામઠામની ખરાઇ કરતા બન્ને ઇસમો તેમની પાસેની કાળા કલરન...