વાપીમાં યોજાશે દેશ વિદેશના 400 સર્જન્સની ઉપસ્થિતિમાં 2 દિવસ લાઈવ સર્જરી સાથે ગ્લોબલ સર્જન્સ સમીટ
વાપીમાં 10 અને 11 જૂન બે દિવસ માટે વાપી સર્જન્સ એસોસિએશન અને એસોસિએશન ઓફ મિનિમલ એકસેસ સર્જન્સ ઓફ ઇન્ડિયા (AMASI) દ્વારા મેરિલ ઇન્ડો-સર્જરી ના સહયોગમાં ગ્લોબલ સર્જન્સ સમીટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના 400 સર્જન્સ ની ઉપસ્થિતિમાં હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીની લાઈવ સર્જરી સાથે નિષ્ણાંત તબીબો અન્ય તબીબોને ન્યુઅર ટ્રિક્સ અને ટ્રિક્સ શીખવાડશે
આ 2 દિવસીય ગ્લોબલ સર્જન્સ સમીટ 2022 અંગે વાપીમાં મેરિલ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી સર્જન્સ એસોસિએશન ના પ્રમુખ ડૉ. તુષાર દીક્ષિત, ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. રાજેશ શ્રીવાસ્તવ, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. ઇલેશ શાહ, Franchise Director, Meril Endosurgeryના ચિંતન ગજ્જર સહિતના તબીબોએ જણાવ્યું હતું કે, "વાપી સર્જન્સ એસોસિયેશન" એ વાપીમાં આંતરરાષ્ટ્રીય પરિષદ હાથ ધરવા જઈ રહ્યું છે. જેમાં વાપ...