ધુળેટીના દિવસે કોલક નદીમાંથી એક નો મૃતદેહ મળ્યો, તો સાંજે દમણગંગા નદીએ ન્હાવા ગયેલ યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો
વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં શુક્રવારે સાંજે ગરકાવ થયેલ યુવકની બીજા દિવસે સવારે લાશ મળી હતી. શુક્રવારે સવારે કોલક નદીમાંથી પણ એક વ્યક્તિની લાશને ફાયરના જવાનોએ બહાર કાઢી હતી. ધુળેટી પર્વના દિવસે જ 2 અલગ અલગ ઘટનામાં 2 યુવક ડૂબી જતાં ફાયર અને પોલીસ જવાનો વ્યસ્ત રહ્યા હતાં.
શુક્રવારે સવારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં કોલક ખાડીમાં મોતની છલાંગ લગાવનાર અનિલ બાબુ કોળી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલક નદી પાસે ફરતા યુવકોએ ખાડીમાં મોતની છલાંગ લગાવતા યુવકને બચાવવાના પ્રયાસો કર્યા હતા તેમ છત્તા યુવકની લાશ હાથ ન લાગતા તાત્કાલિક વાપી નગર પાલિકા અને GIDC ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરતા ફાયર ફાઈટરની ટીમે અનિલ કોળીની લાશને બહાર કાઢી PM કરવા મોકલી આપી હતી.
તો, એ બાદ સાંજે વાપી નજીક પસાર થતી દમણગંગા નદી માં મુક્તિધામ નજીક ન્હાવા ગયેલ સરવન દીપચંદ રાજભર નદીમાં ન્હાતી વખ...