Thursday, January 9News That Matters

Tag: Vapi Sindhi Association has given blankets food packets to the needy students of Umargam taluka’s Kalai Ashramshala to show humanity

વાપી સિંધી એસોસિએશન દ્વારા ઉમરગામ તાલુકાની કાલઈ આશ્રમશાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બ્લેન્કેટસ, ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી 

વાપી સિંધી એસોસિએશન દ્વારા ઉમરગામ તાલુકાની કાલઈ આશ્રમશાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બ્લેન્કેટસ, ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી 

Gujarat, National
વલસાડ જિલ્લામાં સામાજિક સેવાની સુવાસ ફેલાવવામાં હંમેશા અગ્રેસર રહેતા વાપી સિંધી એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઈ ગામે આવેલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને બ્લેન્કેટ, ફૂડ પેકેટ્સ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.  વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણમાં કાર્યરત સિંધી એસોસિએશન વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરે છે. ત્યારે આ અનુસંધાને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઈ ગામે આવેલ હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા કાલઇમાં અભ્યાસ કરતા બાળકોને શિયાળાની ઠંડીમાં રક્ષણ આપવા બ્લેન્કેટ (ધાબળા)નું વિતરણ કર્યું હતું. તેમજ આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને કેળા, બિસ્કિટ જેવો પૌષ્ટિક નાસ્તો કરાવ્યો હતો. આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતાં. આ અંગે વાપી સિંધી એસોસિએશનના ચેરમેન મોહન રાયસિંઘાની દ્વારા અપાયેલ માહિતી મુજબ વાપી સિંધી એસોસિએશનના પ્રેસિડે...