Tuesday, February 25News That Matters

Tag: Vapi silvassa madhuban news Barre Megh Khanga in Selvas Daman including Valsad 4 gates of Madhuban Dam opened 8208 cusecs of water released in Damanganga River

વલસાડ સહિત સેલવાસ દમણમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમ ના 4 દરવાજા ખોલી દમણગંગા નદીમાં 8208 ક્યુસેક પાણી છોડાયું

વલસાડ સહિત સેલવાસ દમણમાં બારે મેઘ ખાંગા, મધુબન ડેમ ના 4 દરવાજા ખોલી દમણગંગા નદીમાં 8208 ક્યુસેક પાણી છોડાયું

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી, ઉમરગામ સહિત સંઘપ્રદેશ સેલવાસ અને દમણ વિસ્તારમાં શનિવારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તો, સેલવાસના ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમના કેચમેન્ટ એરિયામાં વધતા પાણીને કારણે ડેમના 4 દરવાજા 0.50 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 8208 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ભારે વરસાદ સાથે જિલ્લાના સૌથી મોટા ડેમ એવા મધુબન ડેમમાં પણ નવા નિરની આવક થઈ છે. મધુબન ડેમમાં હાલ 14216 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 71.60 મીટર પહોંચી છે. ડેમના હાલ 4 દરવાજા 0.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અને દમણગંગા નદીમાં 8208 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં શનિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, વાપીમાં અને ઉમરગામ, પારડી માં 03 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો  છે. વલસાડ તાલુકામાં સવા પાંચ ઇંચ તો, ધરમપુર અને કપર...