
સેલવાસથી બરોડા ટ્રાન્સપોર્ટમાં લઈ જવાતો 1.44 લાખ નો દારૂ અને 2 શખ્સોની વાપીમાં ધરપકડ
વાપી GIDC પોલીસે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી ટ્રીક ને ખુલ્લી પાડી 2 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીને સેલવાસના ટ્રાન્સપોર્ટ સંચાલકે પૂંઠા ના ડ્રમમાં 1.44 લાખનો દારૂ ભરી તે દારૂ બરોડા મોકલવા ટેમ્પોમાં રવાના કર્યા હતાં. જેને વાપી GIDC પોલીસે ઝડપી પાડી કુલ 3,47,750ના મુદ્દામાલ સાથે ટ્રાન્સપોર્ટમાં દારૂ મોકલવાના કિમીયાનો પર્દાફાશ કર્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાંથી ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જેમાં હાલ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ અને કુરિયર સેવાનો ઉપયોગ પણ દારૂની હેરાફેરી માટે થઈ રહ્યો હોવાનો પર્દાફાશ વાપી GIDC પોલીસે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ સેલવાસના આમલી ખાતે આવેલ શ્રી નાથ એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી બરોડાની શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં લઈ જવાતો 1,44,750ના દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છ...