
વાપી-સરીગામની કંપનીઓ જોખમી કચરાના પરિવહન માટેની મેનીફેસ્ટની નકલ જમા કરાવી VLTS ના નામે GPCB ને જ અંધારામાં રાખી રહી છે?
વાપી-સરીગામની પેપરમિલ-કેમિકલ ફેક્ટરીમાંથી દરરોજ મોટાપાયે હેઝર્ડ નોનહેઝર્ડ પ્રકારનો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળે છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં તેમજ અન્ય નિકાલની સાઇટ પર મોકલવામાં આવે છે. જે માટે GPCB ના નિયમોનું પાલન કરવા સાથે ઉદ્યોગ સંચાલકો તે મોકલતા હોય છે. જો કે તે માટે વેસ્ટને ભીનો જ મોકલી શકતા નથી. જો કે તેમ છતાં કેટલીક પેપરમિલ કે કેમિકલ કંપનીઓ GPCB ના નિયમોને ઘોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી.
જેમ દારૂની હેરફેર માટે બુટલેગરો વિવિધ કમિયા અજમાવી પોલીસની નજરથી બચી ને કે મિલીભગત રચીને દારૂ ઘુસાડે છે. તેવી જ રીતે આ ઉદ્યોગોના સંચાલકો ટ્રાન્સપોર્ટરો સાથે અવનવા કિમીયા અજમાવી GPCB ની ડિજિટલી સિસ્ટમ ને થાપ આપીને કે અધિકારી સાથે મિલીભગત રચી નિર્ધારિત સ્થળ જેવા કે અમરેલીની સિમિન્ટ ફેકટરી, મહારાષ્ટ્રના અન્ય સ્થળો કે કપરાડા ના નિર્જન વિસ્તારમાં વેસ્ટ ઠાલવી ...