વાપીમાં રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવનું સમાપન, નાણાપ્રધાન ના હસ્તે ખેલૈયાઓને અપાયા પુરસ્કાર
2 વર્ષના અંતરાલ બાદ વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવનું દશેરાના પાવન દિવસે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, જિલ્લા પોલીસવડા અને અગ્રણી સ્પોન્સર્સ દ્વારા ખેલૈયાઓને વિવિધ કેટેગરીના પુરસ્કાર એનાયત કરી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.
વાપીમાં રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સતત 9 દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવનાર ખેલૈયાઓની ઉપસ્થિતિમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની સાથે નવરાત્રી મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત આ રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસે નવરાત્રીનો શુભારંભ કરનારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ અંતિમ દિવસે પણ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પુરસ્કાર એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાંથી બચેલ રકમ લિટલ હાર્ટ સર્જરી, ડાયા...