વાપી રોફેલ MBA કોલેજ ખાતે સમન્વય 2021-22નું અયોજન કરી ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા
વાપીમાં રોફેલ–MBA (ગ્રીમ્સ, વાપી) ખાતે “સમન્વય” કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે UPL ના વાઇસ ચેરમેન શ્રીમતી સાન્દ્રાબેન શ્રોફ, UPLના ચેરમેન પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ, પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉ કલ્યાણ બેનરજી, અગ્રગણ્ય કોલેજના પ્રિન્સીપાલ સહિતના હસ્તે MBA ના અભ્યાસક્રમમાં યુનિવર્સીટી સ્તરે સિદ્ધિ મેળવનાર, શૈક્ષણિક, રમત-ગમત તેમજ સંસ્કૃતિક સ્પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક તેમજ શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ અંગે કોલેજના ડાયરેક્ટર ડૉ કેદાર શુકલાએ જણાવ્યું હતું કે, વાપી રોફેલ MBA કોલેજ કેમ્પસમાં એકેડમિક, નોન એકેડમિક અને રિસર્ચ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો, MBA કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્સાહિત કરવામાં માટે આયોજિત આ સમન્વય 21-22 કાર્યક્રમમાં કોલે...