Sunday, December 22News That Matters

Tag: Vapi papghar news 15 cubs hatched from female shark that attacked fisherman in Palghar Manor bay

પાલઘર મનોરની ખાડીમાં માછીમાર યુવક પર હુમલો કરનાર માદા શાર્કના પેટમાંથી 15 બચ્ચા નીકળ્યા

પાલઘર મનોરની ખાડીમાં માછીમાર યુવક પર હુમલો કરનાર માદા શાર્કના પેટમાંથી 15 બચ્ચા નીકળ્યા

Gujarat, Most Popular, National
મંગળવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મનોર નજીકની વૈતરના નદીની ખાડીમાં માછીમારી કરવા ગયેલ 32 વર્ષના યુવક પર માદા શાર્ક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શાર્કે યુવકના પગનો લોચો કાપી લીધો હતો. જે ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. તો, સ્થાનિક લોકોએ તે બાદ વનવિભાગ અને પોલીસની મદદથી શાર્કને પકડી લીધી હતી. જો કે, પાણીની બહાર આવતા શાર્ક મૃત્યુ પામી હતી. જેના પેટમાંથી 15 બચ્ચા પણ નીકળ્યા હતાં. તમામ મૃત હતા જેની વનવિભાગ દ્વારા વિડિઓ ગ્રાફી કરી દફનવિધિ કરવામાં આવી છે.  મંગળવારે આ માદા શાર્કના હુમલા બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ પ્રવત્યો હતો. શાર્કના હુમલામાં વિકી ગોવારી નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બસો કિલોથી વધુ વજનવાળી શાર્ક દ્વારા તેના પગના ભાગ પર બચકું ભરી માંસ નો લોચો કાપી ખાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ તરફ આ ઘટના પાલઘર જિલ્લાની...