Sunday, December 22News That Matters

Tag: Vapi Palghar manor news Shark attack on a young man who went fishing in the bay the young man was shifted to the hospital for treatment after eating his leg

ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો એટેક, પગની પિંડી ખાઈ જતા યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો એટેક, પગની પિંડી ખાઈ જતા યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

Gujarat, Most Popular, National
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના મનોર ખાતે સાયલન્ટ હોટલ પાસેની ખાડીમાં શાર્ક દ્વારા એક યુવક પર હુમલો કરી પગની પિંડી ખાઈ જતા ચકચાર મચી ગઇ છે.  માછીમારી કરવા ગયેલા યુવક પર શાર્કના હુમલા બાદ ઘાયલ યુવકને પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવક પર એટેક કરનાર શાર્કને સ્થાનિક લોકોએ પકડી પાડી છે. યુવક પર હુમલો કરનાર શાર્કનુ વજન 200 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ 32 વર્ષીય વિક્કી ગોવારી નામનો યુવક ખાડીમાં માછલી પકડવા ગયો હતો. તે વખતે અચાનક એક મોટી શાર્કે હુમલો કર્યો હતો. આ હુમલામાં શાર્કે યુવકના પગ અને ઘૂંટણની વચ્ચે પિંડીના ભાગે ધારદાર દાંત બેસાડી માંસ નો લોચો કાપી તે ખાઈ ગઈ હતી. મંગળવારે સાંજે બનેલી આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોને મળતા ચકચાર મચી ગઇ હતી. ઘાયલ યુવકને સ્થાનિકોએ પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડ...