વાપી નોટિફાઇડ દ્વારા ડ્રેનેજ પેટે વર્ષોથી બાકી ટેક્સ વસૂલવા નોટિસ પાઠવી પાણી-વીજ કનેક્શન કાપવાની કામગીરીથી ફફડાટ
વાપી GIDC માં નોટિફાઇડ દ્વારા વર્ષો જુની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલ્કતધારકો ને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શન ને પણ કાપવાની કામગીરી હાથ ધરતા કેટલાક મિલકત ધારકોએ ટેક્સની રકમ જમા કરી દીધી છે. જેનાથી નોટિફાઇડની તિજોરીમાં આવક વધી છે. અને આવનારા દિવસોમાં અન્ય વિકાસના કામોનું આયોજન શક્ય બન્યું છે.
વાપી નોટિફાઇડ દ્વારા હાલ ડ્રેનેજ પેટે લેવાતો ટેક્સ ભરવામાં મિલ્કતધારકોએ ઉદાસીનતા દાખવતા આખરે નોટિફાઇડ વિભાગે લાલ આંખ કરી કડક પગલાં ભરતા મિલ્કતધારકો માં ફફડાટ ફેલાયો છે. આ અંગે નોટિફાઇડ ના ચીફ ઓફિસર ડી. બી. સગરે જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા હાલ મિલ્કતધારકો ને નોટિસ પાઠવવામાં આવી રહી છે. જેમાં વાપી નોટિફાઇડ વિસ્તારમાં આવેલ જૂની અને જર્જરિત ઇમારતોથી કોઈ નુકસાન ના થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરી તેવી મિલકત ધરાવતા ...