શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ, દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણને બચાવવા માટે વધુ વૃક્ષો વાવોની નેમ સાથે દરેક વિદ્યાર્થીઓ એક એક છોડ રોપી તેનો ઉછેર કરે જેમાં પરિવાર પણ સહયોગ આપે અને દરેક નાગરિક પર્યાવરણ પ્રત્યે જાગૃત બને એ ઉદ્દેશ્યને લઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી કરવામાં આવી હતી.
હવા,જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ જે આજના યુગના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી હુલાતા માનવી સમક્ષ પર્યાવરણની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જો પર્યાવરણ માટે સમયસર પગલાં ભરવામાં નહીં આવે તો વાતાવરણને શુદ્ધ રાખવું મુશ્કેલ થઈ પડશે.
તેના માટે લોકજાગૃતિની સાથે દરેક નાગરિક પર્યાવરણ જાગૃતતાના કાર્યમાં સહભાગી બને સાથે જ વિદ્યાર્થીઓ પણ જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી શાળાના લગભગ ...