વાપી એસટી ડેપોના કામદારો દ્વારા શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળ્યું
આજરોજ 30 જાન્યુઆરી 2024ના વાપી એસટી ડેપોના કામદાર દ્વારા શહીદ દિન નિમિત્તે સરહદ ઉપર હિન્દુસ્તાનની પ્રજાની રક્ષા કરતા શહીદ થનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનો મૌન પાડવામાં આવેલ. ત્યારબાદ 15 મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માસિક સુરક્ષા અભિયાન નિમિત્તે વાપી ડેપોના ડ્રાઇવર કંડક્ટર મિકેનિક ભાઈ બહેનોને જરૂરી માર્ગદર્શન આપવા માટે એક સમારંભનું આયોજન વાપી ડેપો મેનેજર જયદીપસિંહ માલા સાહેબના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું.
જેમાં વલસાડ વિભાગ આરટીઓ વિભાગ તરફથી આર્મી ચૌહાણ સાહેબ તેમજ એમ આર પરમાર સાહેબ ઉપસ્થિત રહેલ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ટ્રાફિક અવરનેસ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં ખાસ કરીને અકસ્માત નિવારવામાં કયા કયા પગલાં લેવામાં આવેલ અને અકસ્માત કઈ કઈ કુટેવના કારણે થાય છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે
આરટીઓ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ દ્વારા રોડ અને બાંધકામ વિ...