Saturday, March 15News That Matters

Tag: Vapi News Who is responsible for such negligence in industrial units in Vapi GIDC who are flouting safety security

સુરક્ષા સલામતીની ગુલબાંગો મારતા ઔદ્યોગિક એકમોમાં આવી બેદરકારી માટે જવાબદાર કોણ…? 

સુરક્ષા સલામતીની ગુલબાંગો મારતા ઔદ્યોગિક એકમોમાં આવી બેદરકારી માટે જવાબદાર કોણ…? 

Gujarat, National
ઉદ્યોગોમાં ઔદ્યોગિક સલામતીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ માટે સુરક્ષા અને સલામતી વિભાગ વિશેષ તકેદારી દાખવવા દરેક ઉદ્યોગ સંચાલકને ભલામણ કરે છે. છતાં પણ જે ઉદ્યોગ માં કર્મચારીઓની સુરક્ષા સલામતીમાં કચાસ દેખાય તો તેવા ઉદ્યોગોના સંચાલક સામે દંડનીય કાર્યવાહી કરે છે. જો કે, આવા જ ઉદ્યોગોમાં તેમ છતાં પણ સુરક્ષા બાબતે બેદરકારી છતી થતી રહી છે. આવી જ બેદરકારી વાપી GIDC ના 4th ફેઈઝમાં આવેલ એક કંપનીમાં જોવા મળી છે. કેસર ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી આ કંપનીમાં હાલ ચોમાસાને ધ્યાને રાખી સિમેન્ટના પતરાવાળો શેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે, આ કામગીરી કરતા 2 કામદારોએ પાસે સુરક્ષાના કોઈ જ સાધનો નથી. જમીનની ખાસ્સી ઊંચાઈ પર તૈયાર કરેલ આ શેડ દરમ્યાન જો કોઈ અઘટિત ઘટના બને તો આ કામદારો માટે તે જીવલેણ બની શકે છે. આવી કંપનીઓમાં એક તરફ કામદારોને સુરક્ષા સાધનો આપી ત્યાર બાદ જ...