Friday, January 31News That Matters

Tag: Vapi News When will action be taken against the company managers who illegally push public roads for scraps and work materials in Vapi GIDC

વાપી GIDCમાં કંપનીના નકામાં ભંગાર અને કામના મટિરિયલ્સ માટે જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરનારા કંપની સંચાલકો સામે કાર્યવાહી ક્યારે????

વાપી GIDCમાં કંપનીના નકામાં ભંગાર અને કામના મટિરિયલ્સ માટે જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ કરનારા કંપની સંચાલકો સામે કાર્યવાહી ક્યારે????

Gujarat, Most Popular, National
વાપી GIDC ના કંપની સંચાલકોને જાણે કોઈનો ડર જ ના હોય, GPCB, GIDC, નોટિફાઇડ અને VIA જેવી સંસ્થાના અધિકારીઓ, હોદ્દેદારો જાણે પોતાના ગજવામાં હોય તેમ બિન્દાસ્ત બની નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. GIDC માં 3000 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે. જેમાંના મોટાભાગના એકમોએ જેમ જાહેર માર્ગ ને પાર્કિંગ એરિયા ગણી લીધો છે. એવી જ રીતે કેટલાકે તો વળી જાહેર માર્ગને કંપનીના ઉપયોગી મટિરિયલ્સ ના ગોદામ માટે તો કેટલાકે નકામાં ભંગાર માટેનો વાડો ગણી લીધો છે. વાપી GIDC ની એનેક કંપનીઓ વર્ષમાં અનેકવાર તેમની કંપનીની મશીનરીમાં જરૂરી ફેરફાર કરતી હોય છે. આ કામગીરી દરમ્યાન કેટલાક નકામાં પાર્ટ્સ કે અન્ય ચીજવસ્તુઓનો કંપનીની બહાર જાહેર માર્ગ પર ખડકલો કરી દે છે. નિયમ મુજબ કંપની બહાર જાહેર માર્ગ પર ચોક્કસ જગ્યામાં ગ્રીન સ્પેસ હોય એ પટ્ટામાં પર્યાવરણ જાળવણી કરવા વૃક્ષારોપણ જરૂરી છે. એકાદ બે વાર વૃક્ષારોપણના નાટક કર્યા બાદ તે...