વાપીના ઉદ્યોગકારો પાસેથી VGEL-VIAની 10 કરોડના ઉઘરાણાં પ્રકરણનો સુ:ખદ અંત, વાપીના 99 ઉદ્યોગોમાંથી નીકળતું પાણી CETPમાં ટ્રીટ કરવા માટે GPCB માંથી પરમિશન મળી ગઈ….!
વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં વાપીના 93 જેટલા ઉદ્યોગોના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ(VGEL)ના 2 ડિરેક્ટરો અને એક VIA ના પૂર્વ પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં GPCB ના અધિકારીઓને 10 કરોડ જેવી માતબર રકમ ઉઘરાવી પુરી પાડી હોવાના અખબારી અહેવાલોનું ભૂત ધુણ્યું હતું. આ પ્રકરણ બાદ ગાંધીનગર GIDC અને VGEL ના ચેરમેન થેંનારસન દ્વારા 2 સભ્યોની કમિટી ની રચના કરતા આ કમિટીએ વાપી GIDC ઓફીસ ખાતે પત્રકારો પાસેથી વિગતો મેળવી હતી. અને આ કરોડોની ઉઘરાણી મામલે ભોગ બનનાર ઉદ્યોગોકારોને સાંભળ્યા હતાં. જો કે, 2 વર્ષ બાદ આ સમગ્ર પ્રકરણનો સુ:ખદ અંત આવ્યો છે.
વાપીના 99-ઉદ્યોગકારો 4.094 MLD જેટલું ઉદ્યોગોમાંથી નીકળતું પાણી CETP માં મોકલી ટ્રીટ કરી શકે તે માટે વર્ષોથી લટકતી પરમિશન આખરે GPCB માંથી મળી છે. અને તેને કારણે વાપીના ઉદ્યોગકારોમાં અત્યંન્ત ખુશીની લહેર વ્યાપી હોવાની એક અખબારી યાદી VIA તરફથી મળી છે. જેમાં જણા...