વલસાડ SOG એ જન્મ પ્રમાણપત્રો, આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડના બનાવટી દસ્તાવેજો બનાવતી ટોળકીને ઝડપી ષડયંત્રનો પર્દાફાશ કર્યો
વલસાડ SOG એ જન્મ પ્રમાણપત્રો, આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડના બનાવટી દસ્તાવેજો બનાવતી ટોળકીને વાપીના ચણોદ વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પકડાયેલ ટોળકી ચણોદ માં આવેલ શ્રી રામ સ્ટુડિઓમાં
લોકોના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ વગેરે દસ્તાવેજોમાં કોઇપણ જાતના દસ્તાવેજી પુરાવાઓ વગર કોમ્પ્યુટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે સુધારા અને ફેરફાર કરી, બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ગ્રાહકોને પુરા પાડતા હતાં. SOG એ ત્રણેય આરોપીઓને પકડવા સાથે કુલ કિંમત રૂ. 92,450 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ SOG ની ટીમેં બાતમી આધારે ચણોદ ગામ ખાતે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં તપાસ હાથ ધરી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલની ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય ઈસમો પોતાના આર્થિક લાભ સારૂ ગુન્હાહિત કાવતરુ રચી લોકોના આધારકાર્ડ, જન...