
વલસાડ SOG એ 32.89 કરોડની રકમ ભરવાને બદલે નાસતા ફરતા સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેકટરોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
વર્ષ 2020માં વાણિજ્ય વેરો, વ્યાજ અને દંડની રકમ મળી કુલ 32,89,59,142 રૂપિયાની રકમ નહી ભરપાઇ કરનારા આરોપી ડાયરેકટરોને વલસાડ SOG એ રાધનપુર થી ઝડપી પાડ્યા છે. સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી.ના ડાયરેક્ટર રાજેન્દ્ર શંકરલાલ ઠક્કર તથા અરૂણાબેન રાજેન્દ્રભાઈ ઠક્કર સામે ડુંગરા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં તેઓ 4 વર્ષથી નાસતા ફરતા હતાં. બંને ડાયરેકટરોને વલસાડ SOG એ ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ડુંગરા પોલીસ ને સુપ્રત કર્યા છે.
ડુંગરા પો.સ્ટે. વિસ્તારના લવાછા સેલવાસ રોડ ઉપર આવેલ દેવ ઇન્ફોટેક પ્રા.લી. નામની કંપનીની જગ્યાએ સ્વાન ઇન્ફોકોમ પ્રા.લી. નામની કંપની તરીકે નામ બદલી ડાયરેકટરોએ ધંધાના સ્થળમાં ચાંદખેડા, અમદાવાદનો વધારો કરી કોમ્પ્યુટર્સ તથા કોમ્પ્યુટર્સ પાર્ટસ તથા ઇલેકટ્રીક વસ્તુઓનું ખરીદ વેચાણનો ધંધો શરૂ કર્યો હતો. તેઓએ વર્ષ 2008-09 તથા વર્ષ 2009-10 સુધીનો વેરો, વ્યાજ, દંડની કુલ રકમ 32,89,59...