Sunday, December 22News That Matters

Tag: Vapi News Valsad Police found three missing minor girls from Umargam’s Khatalwad and reunited them with their families

વલસાડ પોલીસે ઉમરગામના ખતલવાડથી ગુમ સગીર વયની ત્રણ બાળકીઓને શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

વલસાડ પોલીસે ઉમરગામના ખતલવાડથી ગુમ સગીર વયની ત્રણ બાળકીઓને શોધી કાઢી પરિવાર સાથે મેળાપ કરાવ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસે ગુમ થયેલ બાળકો ને શોધી કાઢવાના અભિયાનમાં વધુ એક સફળતા મેળવી છે. જિલ્લાના ઉમરગામ પો.સ્ટે. વિસ્તારના ખતલવાડ ગામમાંથી 3 સગીર વયની બાળકીઓ ગુમ થઈ હતી. જેઓને અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશનથી શોધી કાઢી તેઓના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. શનિવારે 24મી મેં ના ગઇકાલ બપોરના 12 વાગ્યા આસપાસ ખતલવાડ ગામની ત્રણ સગીર વયની બાળકીઓ પોતાના ઘરેથી માતા પિતાને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની માતા પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જો કે બાળકીઓની કોઈ ભાળ મળી નહોતી. જેથી બાળકીઓના વાલીઓ ઉમરગામ પો.સ્ટે. ખાતે આવી વિગતવાર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને વાપી વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક, બી.એન.દવેના માર્ગદર્શન હેઠળ I/C પો.ઈન્સ એ. યુ. રોઝ, LCB વલસાડ તથા પો.ઇન્સ. પી. ...