વાપીમાં નિર્માણ થશે અત્યાધુનિક ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC), નાણાપ્રધાનની પહેલથી મળી મંજૂરી
વાપી સહિત વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી ગંભીર ઘટનાઓ દરમ્યાન તેમજ કુદરતી, કે માનવ સર્જિત આફતમાં જાનહાની ટાળી વહેલી તકે આવી ઘટનાઓ પર કાબુ મેળવી શકાય તે માટે વાપીમાં વલસાડ જિલ્લાનું પોતાનું અલાયદું ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર (DPMC) કાર્યરત કરવા ગાંધીનગરમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી ત્રણેક મહિનામાં વાપી ખાતે DPMC સેન્ટરના ભવનનું કાર્ય હાથ ધરી અત્યાધુનિક સુવિધા અને સ્કીલ્ડ સ્ટાફ સાથે સેન્ટર શરૂ કરવાની મંજૂરી મળતા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વાપી ખાતે નોટીફાઈડ એરિયામાં DPMC બનાવવા માટે, કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના આહવાન પર થોડા સમયથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વાપીમાં નોટિફાઇડ હસ્તકના ફાયર સ્ટેશન નજીક આ સેન્ટર માટે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. વાપી નોટીફાઈડ એરિયા માં GSD...