વલસાડ જિલ્લામાં વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં ઘરફોડ ચોરી, ઠગાઈના ગુન્હામાં વધારો
વલસાડ જિલ્લામાં વર્ષ 2022માં નોંધાયેલ ગુન્હાઓ સામે વર્ષ 2023માં નોંધાયેલ ગુન્હાઓ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા એ વાર્ષિક ક્રાઈમ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં મર્ડર, લૂંટ, ધાડ અને અકસ્માત મોત ના કેસોમાં સફળતા મેળવી છે. જો કે, જિલ્લામાં ઘરફોડ ચોરી, ઠગાઈના ગુન્હાઓ પર કાબુ મેળવવામાં પોલીસને જોઈએ તેવી સફળતા નહિ મળતા તેમાં વધારો નોંધાયો છે.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વર્ષ 2023માં કુલ 1090 ગુન્હા નોંધાયા હતાં. જેમાં વર્ષ 2022ની તુલનાએ 93 ગુન્હાનો વધારો થયો છે. જિલ્લામાં ઘરફોડ ચોરી, ઠગાઈના ગુન્હાઓ પર કાબુ મેળવવામાં પોલીસને સફળતા નહિ મળતા આ વધારો નોંધાયો છે. પરંતુ અન્ય વિવિધ પ્રકારના ગુન્હામાં અનેકગણી સફળતા મળી છે.
વર્ષ 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમ્યાન જો સૌથી વધુ સફળતા મળી હોય તો તે ગુમ કે અપહરણ થયેલ બાળકો અને પુખ્તવ્યના વ્યક્તિઓને શોધવામાં મળી...