Friday, January 31News That Matters

Tag: Vapi News Up to 30 transporters of Vapi hit by online fraud of lakhs under cybercrime

વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઈમ હેઠળ લાખોની ઓનલાઈન છેતરપિંડી થતા મચ્યો ખળભળાટ

વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઈમ હેઠળ લાખોની ઓનલાઈન છેતરપિંડી થતા મચ્યો ખળભળાટ

Gujarat, National
વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના શખ્સે ટ્રક ભાડાના પૈસા બાબતે 30 લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપીંડી કરી છે. ઓનલાઈ ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઇવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મંગાવી આ છેતરપિંડી કરી છે. ઓનલાઈન સાયબર ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલ તમામ ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. વાપી GIDC અને દમણ, સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ આ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રક માં વિવિધ પ્રકારની માલસમાનની હેરફેર કરે છે. જો કે, એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો, ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેન્ક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી છે. ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબ માં વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે લગભગ 30 લાખ રૂપિયાની ...