
વલસાડ LCB એ ઘરફોડ ચોરી કરતી ધોત્રે ગેંગના બે સભ્યોને 10 લાખના ચોરીના મુદામાલ સાથે ઝડપી 16 ગુનાઓનો ભેદ ઉકેલ્યો
વલસાડ LCB દ્વારા જિલ્લામા છેલ્લા બે વર્ષ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવની મોડસ ઓપરન્ડી, બનાવનો સમયગાળો, સી.સી.ટી.વી. ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે એનાલીસીસ કરી ચોરીમાં સંડોવાયેલ ઇસમોનું વર્ણન, ગુનામાં લીધેલ વાહન, આરોપીના ફોટાઓની માહિતી એકઠી કરવામાં આવી હતી. આ માહીતી આધારે બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના ગુનામાં માહેર ધોત્રે ગેંગના 2 સભ્યો રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે, નવીન રમેશ ધોડીને ચોરીના દાગીના, રોકડા રૂપિયા મળી કુલ 10,31,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તેમજ જિલ્લાની 16 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
વલસાડ જિલ્લા LCB ની ટીમેં બાતમી આધારે સંજાણ, ચાર રસ્તા પાસેથી 02 જાન્યુઆરી 2024 ના ઉમરગામ તાલુકાના મમકવાડા ગામે બચુભાઇ મોહનભાઇ દુબળાના ઘરેથી રોકડા 9.50 લાખની રોકડ તથા 22,650 રૂપિયાના સોનાચાંદીના દાગીના, ગુનામાં ઉપયોગમાં લીધેલ જયુપીટર મોપેડ, મોબાઇલ મળી કુલ 10,32,650 ...