સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધી મેળવવા જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરનારા બે રીક્ષા ચાલકોને પકડી વાપી GIDC પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
વાપી GIDC પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જાહેર માર્ગ પર રીક્ષામાં જોખમી સ્ટંટ કરતા 2 રીક્ષા ચાલકોનો વિડિઓ વાયરલ થયો હતો. જે અનુસંધાને GIDC પોલીસે બન્ને રીક્ષા ચાલકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ રીક્ષા ચાલકોમાં ઓટો રીક્ષા નંબર GJ-15-XX-5840નો ચાલક (1) હર્ષલ મનોહર સીમ્પી ઉ.વ. 27, ધંધો રીક્ષા ડ્રાયવર રહેવાસી. RCF-27, ચણોદ કોલોની, પીડીલાઇટ ગાર્ડનની બાજુમાં વાપી, મુળ ગામ કરવંત, જી.ધુલીયા મહારાષ્ટ્રનો છે.જ્યારે, ઓટો રીક્ષા નંબર GJ-15- AU-3267 નો ચાલક (2) પ્રેમકુમાર મનોજ સાહ ઉ.વ. 26 ધંધો નોકરી તથા ડ્રાઇવીંગ રહેવાસી C-08, યસ્વી બિલ્ડીંગ, રણછોડનગર છીરી, તા.વાપી, મુળ ગામ જીરવાવાડી, જી. સાહેબગંજ ઝારખંડ નો વતની છે. જેને તેમના કબ્જાની ઓટો રીક્ષા સાથે પકડી પાડી તેની વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સહિંતા 2023 ની કલમ 281 તથા એમ.વી.એકટ કલમ 177,184 મુજબના ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છ...