Thursday, November 21News That Matters

Tag: Vapi News The three persons arrested from Chanod’s studio in Vapi are authorized private banks Aadhaar Card Updation They used to make fake documents like Aadhaar card for Rs 600 under ID

વાપીમાં ચણોદના સ્ટુડિઓમાંથી પકડાયેલ ટોળકી ખાનગી બેંકના ઓથોરાઈઝડ આધારકાર્ડ અપડેશન ID હેઠળ 600 રૂપિયામાં આધારકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવતી હતી

વાપીમાં ચણોદના સ્ટુડિઓમાંથી પકડાયેલ ટોળકી ખાનગી બેંકના ઓથોરાઈઝડ આધારકાર્ડ અપડેશન ID હેઠળ 600 રૂપિયામાં આધારકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવતી હતી

Gujarat, Most Popular, National
વલસાડ SOG ની ટીમેં બાતમી આધારે ચણોદ ગામ ખાતે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં તપાસ હાથ ધરી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલની ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય ઈસમો પોતાના આર્થિક લાભ સારૂ ગુન્હાહિત કાવતરુ રચી લોકોના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ વગેરે દસ્તાવેજોમાં કોઇપણ જાતના દસ્તાવેજી પુરાવાઓ વગર કોમ્પ્યુટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે સુધારા અને ફેરફાર કરી, 600 રૂપિયામાં બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ગ્રાહકોને આપતા હતાં. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ મીડિયાને વિગતો આપતા જણાવ્યા હતું કે, આ કારસ્તાનમાં દમણ ની ખાનગી બેંકમાં નોકરી કરતો અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન મુખ્ય માસ્ટર માઈન્ડ છે. જે દમણમાં આવેલ બેંકમાં ઓથોરાઈઝડ આધારકાર્ડ અપડેશન માટેનું કામ કરે છે. જેથી તેમની પાસે યુઝર ID અને પાસવર્ડ છે. જેમાં તે જે લેપ...