મુંબઈમાં વાપીના અખબારના તંત્રી- નિવાસી તંત્રીને કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ એનાયત
અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં 'કચ્છ શક્તિ એવોર્ડ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ શક્તિના તંત્રી હેમરાજભાઈ શાહ ના નેતૃત્વમાં યોજાતા આ કાર્યક્રમમાં વાપીના દૈનિક અખબાર "દમણ ગંગા ટાઈમ્સ "ના તંત્રી શ્રીમતી મંજુલાબેન ઉકાણી અને નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયને આ વર્ષનો "કચ્છ શક્તિ (પત્રકાર રત્ન) નેશનલ એવોર્ડ- 2024" એનાયત કરવામાં આવ્યો હતો.મુંબઈના જાહેર જીવનમાં અને ગુજરાતી સમુદાયમાં દાયકાઓથી જાણીતા કચ્છ શક્તિના તંત્રી શ્રી હેમરાજભાઈ શાહ ના નેતૃત્વ હેઠળ દર વર્ષે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ની ઉજવણી નિમિત્તે એની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને 'કચ્છ શક્તિ એવોર્ડ' એનાયત સમારોહ યોજવામાં આવે છે.
સતત 45 વર્ષથી યોજાતા આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષના નેશનલ સ્ટોક એક્સચેન્જના હોલમાં એનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં 20 જેટલા કચ્છ સાથે નાતો ધરાવતા...