
દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવનારા વાપીના વિશિષ્ઠ વ્યક્તિઓને બિરદાવતા The City Carnival મેગેઝીનનું કરાયું વિમોચન
વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલ કરમબેલા ગામમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ કલ્પતરું ફૂડ હબના હોલમાં વાપીના યુવાનો દ્વારા તૈયાર કરેલ The City Carnival Magazine નું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ મેગેઝીન એવા વિશિષ્ટ વ્યક્તિઓ પર છે. જેઓએ અથાગ પરિશ્રમ કરી દેશભરમાં પોતાની કાબેલિયતનો પરચો બતાવ્યો છે. છતાં પ્રસિદ્ધિથી દુર રહી આજે પણ સમગ્ર વિશ્વમાં વાપીનું રોશન કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં રહેતા અને વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ જયદીપ રંગપરિયા, હર્ષ મિશ્રા, ધ્રુવ પંચાલ, રાહુલ પંડિત, રુચિ મોટા, પ્રેમ જયસ્વાલ નામના યુવાનોએ વાપીનું નામ રોશન કરતું કાર્ય કર્યું છે. આ યુવાનોએ અથાગ પરિશ્રમ કરી વાપી સહિત વલસાડ જિલ્લાની ઉપયોગી માહિતી તેમજ વલસાડ જિલ્લાનું નામ વિશ્વમાં ગુંજતું કરનાર મહાનુભાવોની સિદ્ધિને આલેખતું મેગેઝીન બહાર પાડ્યું છે. આ પુસ્તકનું નામ The City Carnival મે...