Saturday, March 15News That Matters

Tag: Vapi news The annual festival of Sheth GH and DJ Public High School Bagwada was celebrated with Finance Minister Kanubhai Desai present

બગવાડાની શેઠ G.H. & D.J. સાર્વજનિક હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા

બગવાડાની શેઠ G.H. & D.J. સાર્વજનિક હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા

Gujarat
પારડી તાલુકાના બગવાડા ગામમાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.એચ. એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલનો વર્ષ 2022-23 નો વાર્ષિકોત્સવ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, અલ્પાબેને આચાર્યા તરીકે આ શાળાનું સુકાન સંભાળ્યું ત્યારથી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જીવનમાં ભણતર જરૂરી છે પણ એની સાથે ઘડતરની પણ વધારે જરૂર હોય છે. સામાન્ય જીવનમાં ભણતરથી કદાચ સફળ ન થઈ શકે પણ જો ઘડતર યોગ્ય થયું હશે તો તે વિદ્યાર્થી ચોક્કસ સફળ થાય છે. છેલ્લા 20-25 વર્ષમાં શાળાએ જે સિદ્ધિ મેળવી છે તે બદલ શાળા પરિવાર અને સમગ્ર શિક્ષકગણને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. બગવાડા અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ શાળા આગામી વર્ષોમાં પણ નવા સોપાનો સર કરે તેવી મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વલસાડ ડાંગના...