વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી, DGVCL ના મેનેજીંગ ડિરેકટર IAS યોગેશ ચૌધરી Municipal Commissioner
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ 09 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે. હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે.
વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે. વાપી મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજીંગ ડિરેકટર IAS યોગેશ ચૌધરી ની નિમણૂક કરવામાં આવી.
...